કલોલ ના ધાનજ ગામ પાસેથી પસાર થતા રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા પુરૂષની લાશ મળી

કલોલ ના ધાનજ ગામ પાસેથી પસાર થતા રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા પુરૂષની લાશ મળી

Share On

ધાનજ ગામ પાસે પસાર થતા રેલવે ટ્રેક ઉપર કોઈ અજાણી ટ્રેનની ટક્કરે યુવાન નું મૃત્યુ નિપજયું……

ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલ ધાનજ ગામ ખાતે પસાર થતી રેલ્વે લાઈનના પાટા ઉપર ગઈકાલે બપોર ના સમયગાળા દરમિયાન એક યુવાન ની કપાયેલી લાશ મળી આવી હતી. જેની જાણ સ્ટેશન માસ્ટરને થતા તેમના દ્વારા કલોલ તાલુકા પોલીસને વર્ધી લખાવવામાં આવી હતી. તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતક ની લાશને પીએમ અર્થે કલોલ સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવી હતી.

કલોલના ધાનજ ગામ ખાતે પસાર થતી ખોડીયાર રેલવે અપ લાઇન ના કિ.મી.૭૬૫.૦ પાસે ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન રેલવે ટ્રેક પર એક યુવાનની કપાયેલી લાશ મળી આવી હતી. જેથી સ્ટેશન માસ્ટર દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને યુવાનની લાશ અર્થે જાણ કરવામાં આવી હતી. જેથી કલોલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રેલવે ટ્રેક પર થી યુવાન ની લાશને પોસ્ટમોર્ટમ અર્થે કલોલ સીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. બનાવને પગલે રેલવે ટ્રેક ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

મૃત્યુ પામેલો યુવાન ક્યાનો છે, તેની હજુ સુધી પોલીસને કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી, પોલીસે તેના વાલી વારસો ને શોધવા માટે પણ પ્રયત્નો શરૂ કર્યા છે. કલોલ તાલુકા પોલીસ ને પ્રાથમિક દ્રષ્ટિએ યુવાન નું મૃત્યુ કોઈ ટ્રેનના અડફેટમાં આવી જવાથી થયું હોય તેવી આશંકા છે. ટ્રેનની અડફેટ માં આવેલ યુવાન ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ તેના શરીરના બે કટકા થઈ ગયા હતા,જેથી તેનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસે મૃતકની લાશ નું પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર