કલોલ ના મુખ્ય માર્ગ પર પડેલ ખાડો વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ રહ્યો છે

કલોલ ના મુખ્ય માર્ગ પર પડેલ ખાડો વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ સાબિત થઈ રહ્યો છે

Share On

છેલ્લા દસ દિવસથી ખોદવામાં આવેલ ખાડો હજુ સુધી પુરાયો નથી……..

કલોલમાં અંબિકા પોલીસ લાઈન ની સામે આવેલ રોડ પર ખોદવામાં આવેલ ખાડો છેલ્લા દસ દિવસથી પુરવામાં આવ્યો નથી. આ ખાડો મુખ્ય માર્ગ પર હોવાને લીધે વાહન ચાલકોને અકસ્માત નો ભય છે. દસ દિવસથી પણ વધુ સમય થયો હોવા છતાં પણ તંત્ર દ્વારા ખાડો પૂરવામાં આવ્યો નથી.

મુખ્ય માર્ગ પર પડેલ ખાડો વાહન ચાલકો માટે અત્યંત ખતરા રૂપ સાબિત થઈ રહ્યો છે. અંબિકા પોલીસ લાઈન ની સામે આવેલ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ને ખાડાને લીધે અકસ્માત થવા નો ભય રહેલો છે. છેલ્લા દસ દિવસથી આ જ પ્રકારે ખાડો યથાવત હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી ખાડો પુરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ખાડા ને લીધે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જેથી અકસ્માતને નોતરું આપતો આ ખાડો તંત્ર ઝડપથી પૂરાવે તેવી માંગ ઉઠી છે.

છેલ્લા દસેક દિવસથી અંબિકા પોલીસ લાઈન ની સામે આવેલ રોડ પર મોટો ખાડો જોવા મળી રહ્યો છે. જે ખાડાને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ મુખ્ય માર્ગ હોવાને લીધે મોટી સંખ્યામાં વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોય છે. આ મુખ્ય માર્ગ પર જ મોટો ખાડો જોવા મળતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહ્યો છે, તેમ જ ખાડાને લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા દસ દિવસથી વાહન ચાલકો માટે મુશ્કેલી રૂપ બનતો આ ખાડો હજુ પણ દ્રશ્યમાન થઈ રહ્યો છે. જેને હજુ સુધી પૂરવામાં આવ્યો નથી. વાહન ચાલકોને પડતી હાલાકી ને સમજી તંત્ર દ્વારા અકસ્માતને નોતરું આપતા આ ખાડાને ઝડપથી યોગ્ય પુરાણ કરી પુરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

કલોલ સમાચાર