રવિવારે થશે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ
કલોલ પૂર્વમાં અદ્યતન લાઇબ્રેરીનું રવિવારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વણકર યુવા સમિતિની છેક ઉપર સુધીની રજૂઆત બાદ રૂપિયા 46 લાખના ખર્ચે નિર્માણ પામેલ આ લાઈબ્રેરીના લોકાર્પણમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય મંત્રી પ્રદીપભાઈ પરમાર અને ધારાસભ્ય હિતુભાઇ કનોડિયા હાજર રહેશે.
દેશના ગૃહ મંત્રી તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના મતવિસ્તાર કલોલ શહેરમાં ભારતીય જનતા પાર્ટી શાસિત કલોલ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ જ્યોતિબા ફુલે લાઇબ્રેરીના લોકાર્પણ કાર્યક્રમ આવતીકાલે સવારે દસ વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન,રેલ્વે પૂર્વ,કલોલ ખાતે યોજાશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
જેમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, ભાજપના પ્રભારી હર્ષદભાઈ પટેલ,કલોલ શહેર પ્રમુખ જે.કે.પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ,પાર્ટીના પદાધિકારીઓ,કાઉન્સિલરો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે
આ અંગે વણકર યુવા સમિતિના પ્રમુખ નિલેશ આચાર્યે જણાવ્યું હતું કે આ લાઈબ્રેરી બને તે માટે અમે 2016થી રજૂઆતો કરી રહ્યા છીએ અને અંતે અમારી મહેનત રંગ લાવી છે. કલોલ પૂર્વના અબાલ વૃદ્ધ સહીત તમામ લોકોને આ લાઇબ્રેરીના માધ્યમથી ઘણું જ જ્ઞાન મળશે તેમજ વિધાર્થી ભાઈ બહેનો અહીં આવીને પોતાના વિષયોનું વાંચન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. આ લાઇબ્રેરી સમાજમાં એક જ્ઞાન અને શિક્ષણની એક અનોખી જ્યોત પ્રજ્વલ્લીત કરશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
કલોલના પંચવટી વિસ્તારમાં ફાયરિંગ થતા ચકચાર : શું છે સમગ્ર મામલો