કલોલ-પિયજ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી 

કલોલ-પિયજ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી 

Share On

કલોલ-પિયજ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી 

કલોલથી પિયજ તરફ જતા રોડની હાલત  ખરાબ થઇ ગઈ છે. રોડ પર ખાડા તેમજ ડામરના અણઘડ લેવલિંગથી અકસ્માતનો ખતરો વધ્યો છે. કલોલ તેમજ કડી તાલુકાના અનેક ગામડાઓને જોડતા આ રસ્તા પર રોજના હજારો વાહન પસાર થતા હોય છે. વાહનચાલકો કડી તેમજ વિરમગામ તરફ જવા માટે પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.

કલોલ તાલુકાના પિયજમાં રસ્તા ઉબડ ખાબડ થઇ ગયા છે. ગામમાં પાકા આંતરિક રસ્તા તો નથી જ પણ મુખ્ય માર્ગ પણ ખસ્તાહાલ થઇ ગયો છે. જેને લીધે વાહન ચાલકો તેમજ ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. રસ્તો બનાવવા તંત્રમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલી રહ્યું નથી.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર