પ્રેમ પ્રકરણ : કલોલના ભાજપના નેતા વિરુદ્ધ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
કલોલમાં એક પ્રેમ પ્રકરણ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયત ગાંધીનગરમાં પદાધિકારી એવા દિનેશજી ઠાકોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. કલોલ તાલુકાના બોરીસણામાં રહેતા દિનેશજી આતાજી ઠાકોરને એક મહિલા સાથે સાત વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. બે પુત્રીની માતા એવી મહિલાને સમજાવી ફોસલાવી તેણે છૂટાછેડા લેવડાવ્યા હતા.
આ બાદ તેણે મહિલાને કલોલમાં એક ફ્લેટ લઇ આપી ત્યાં રહેવાની સુવિધા કરી હતી. બીજી તરફ મહિલાએ દિનેશજીને તેમની પત્ની સાથે છૂટાછેડા લેવાની માંગ કરી હતી. ગત તારીખ 7 જુલાઈ, 2022ના રોજ મહિલાએ સવારે આશરે 1:00 વાગે દિનેશને તેમની પત્ની સાથે છુટાછેડા લેવા બાબતની વાત કરતા દિનેશ મહિલા ઉપર ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી મહિલા સાથે મારામારી કરી હતી અને કહ્યુ હતુ કે જો તું આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરેથી નીકળી ગયો હતો.
કલોલની રામનગર સોસાયટીના રહીશોનો નગરપાલિકામાં જબરદસ્ત હોબાળો,જાણો કેમ
આ ઘટના ક્રમને પગલે મહિલાએ કલોલમાં આવેલ એક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. સારવાર લીધા પછી મહિલાએ એક સામાજિક કાર્યકર્તા સાથે મળીને દિનેશ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અગાઉ મહિલાના પતિએ પણ દિનેશજી વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હોવાનું પણ સામે આવ્યું છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “પ્રેમપ્રકરણ : કલોલના ભાજપના નેતા વિરુદ્ધ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી”