પૂર્વમાં પાઇપ લાઈન નાંખવાની કામગીરી આગળ વધી
કલોલ પૂર્વમાં પીવાના પાણીની નવી પાઇપ લાઈન નાખવામાં આવી રહી છે. વોટર વર્કસથી શરુ થયેલ કામગીરી મથુરિયા સોસાયટી સુધી પહોંચી ગઈ છે. વોર્ડ નંબર પાંચના ભાજપના આગેવાનોએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદેશ ભાજપના નેતા નિલેશ આચાર્ય, કાઉન્સિલરો તિમિર જયસ્વાલ, ધર્મેન્દ્ર વ્યાસ સહીતના સ્થાનિક આગેવાનોએ કામગીરી યોગ્ય હાથ તે હેતુસર સ્થળની મુલાકાત લઈને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
Video :
પૂર્વમાં રોગચાળા બાદ બે કરોડના ખર્ચે નવી પાઇપ લાઈન નંખાઈ રહી છે. જેમાં સાડા ત્રણ કિલોમીટરની ડીઆઈ પાઇપ અને દોઢ કિમિની પીવીસી પાઇપનો સમાવેશ થાય છે. આ પાઇપ થઇ જતા લીકેજની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. જેને સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.2 કરોડ નો પ્રોજેક્ટ મુખ્યમંત્રી દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જીયુડીસી દ્વારા આ કામ યુધ્ધના ધોરણે હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
કલોલમાં અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે,આ સ્થળોએ થશે સ્વાગત,જાણો સમગ્ર રૂટ