કલોલમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં બે દુકાનોના તાળા તૂટ્યા

કલોલ શહેરમાં દિન પ્રતિ દિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. શારદા સર્કલ પાસે આવેલ એક પાન પાલરને ચોરોએ નિશાન બનાવી તેના તાળા તોડી ચોરી કરી હતી તેમજ તેની પાસે આવેલ દુકાનોમાંથી પણ ચોરોએ ચોરી કરી ભાગી ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેની આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળ તપાસ હાથ ચલાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર કલોલના શારદા સર્કલ પાસે આવેલ રાધે પાન પાર્લર નામની દુકાનનું તાળું સવારે તૂટેલું હોવાથી તેમના પડોશી એ દુકાનના માલિક રવિ પટેલને ફોન કરી જણાવ્યું હતું જેથી તેઓ દુકાને દોડી આવેલ હતા અને અંદર જોતા દુકાનના તાળા તોડી અંદર પડેલ રોકડ રકમ અને ચાંદીના સિક્કા મળીને કુલ 16,500 ની માલમત્તાની ચોરી થઈ હોવાનું તેમને માલુમ થયું હતું. આ ઉપરાંત તેમની બાજુમાં રહેલ વિશાલભાઈ ખમારની દુકાનના શટરનું લોક તોડી અંદરથી 12,700 ની ચોરી થઈ હોવાનો માલુમ પડ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેની આધારે વેપારીએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.