કલોલમાં અઢી ઇંચ વરસાદ ,વર્કશોપ-અંડરબ્રિજ જળબંબાકાર 

કલોલમાં અઢી ઇંચ વરસાદ ,વર્કશોપ-અંડરબ્રિજ જળબંબાકાર 

Share On

વરસાદ

કલોલ : ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કલોલમાં શનિવારથી  ચાલુ થયો છે જે હજુ સુધી બંધ થવાનું નામ નથી લઇ રહયો.
કલોલ શહેર અને તાલુકામાં આશરે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. આને કારણે કલોલના નીચાણવાળા વિસ્તારો તેમજ માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. બીજી રેલવે પૂર્વ અને પશ્ચિમને જોડતું ગરનાળું બંધ થઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો સમય આવ્યો હતો. કલોલ વર્કશોપ ખાતે પણ વરસાદને કારણે ખુબ જ પાણી ભરાઈ ગયું હતું જેને કારણે હાઇવે પર વાહનચાલકોની અવર જવર પ્રભાવિત થઇ હતી.

ગુજરાતીઓ દર વર્ષે ચોમાસાંમાં વરસાદ સારો પડશે કે નહિં તેની પર એવરેજ રૂ. 850-900 કરોડનો સટ્ટો રમે છે. તેના માટે તેઓ ભારતીય હવામાન વિભાગ, એજન્સીઓ તથા પૌરાણિક- પારંપરિક પધ્ધતિ મારફત કરાતી આગાહીઓ પર આધારીત રહેતા હોય છે. પરંતુ આ વર્ષે સારો વરસાદ પડશે તેવી ધારણામાં સટ્ટો લગાડનારા ગુજરાતીઓના અંદાજે રૂ. 500 કરોડ વરસાદ નહિં પડવાના કારણે ધોવાઇ ગયા છે!

અમારા ફેસબુક પેજને લાઈક કરો : https://www.facebook.com/kalolsamachar

આ પણ વાંચો : કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ

                       City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા 

                         કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ 

 

કલોલ સમાચાર