કલોલના બિલેશ્વરપુરામાં પૈસા મામલે મારામારી થતા બે ઘાયલ,સામસામે ફરિયાદ કરાઈ
કલોલમાં આવેલ બિલેશ્વરપુરામાં પૈસા બાબતે મારામારી થઇ હતી. આ મારામારીમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તેમજ પોલીસ દ્વારા કેસ નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઘટનાની વિગત અનુસાર કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામમાં પૈસાની લેતી દેતી માટે પાનના ગલ્લે બબાલ થઇ હતી. જેમાં આરોપીઓએ ફરિયાદીને પાનના ગલ્લે બોલાવીને બાકી પૈસાની ઉઘરાણી કરી હતી.જેથી ફરિયાદીએ કહ્યું હતું કે હાલ પૈસા નથી, આવશે એટલે પરત કરી દઈશ. જેથી આરોપીઓ ગાળો બોલી હતી તેમજ લાકડી લઇ તૂટી પડ્યા હતા, જેને કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ આરોપી પક્ષે પણ ક્રોસ ફરિયાદ કરી છે તેમજ ફરિયાદી અને તેના પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
આવતીકાલે કલોલના આ વિસ્તાર અને ગામડાઓમાં વીજ પુરવઠો બંધ રહેશે
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
1 thought on “કલોલના બિલેશ્વરપુરામાં પૈસા મામલે મારામારી થતા બે ઘાયલ,સામસામે ફરિયાદ કરાઈ ”