રેલવે પૂર્વ અંડરબ્રિજમાં બે ગાડીઓ ફસાઈ, ટ્રાફિકથી લોકો ત્રસ્ત બન્યા 

રેલવે પૂર્વ અંડરબ્રિજમાં બે ગાડીઓ ફસાઈ, ટ્રાફિકથી લોકો ત્રસ્ત બન્યા 

Share On

રેલવે પૂર્વ અંડરબ્રિજમાં બે ગાડીઓ ફસાઈ

પૂર્વ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે નાના-મોટા તમામ વાહનો અંડરબ્રિજ માંથી પસાર થતા હોવાથી હવે રોડ સાંકડો પડી ગયો છે જેને કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલા ભરાય તેમ પ્રજા ઈચ્છી રહી છે નાના વાહનોની સાથે સાથે હવે મોટા વાહનો પણ અંડરબ્રિજમાં ઘુસવા લાગ્યા છે જેને કારણે રાહદારીઓ ઉપર પણ સંકટ આવ્યું છે  અને અંદર જતા પણ ડર લાગી રહ્યો છે.
તમામ વાહનો એક સાથે ભેગા થતાં હોવાથી જોરદાર ટ્રાફિક થતો હોય છે. ગઈકાલે બે ગાડીઓ અંદર ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા વકરી રહી છે ત્યારે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે તેમ છતાં તંત્ર સાવ અંધ બનીને તમાશો જોઈ રહ્યું હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
આમ છતાં લોકો જેમ તેમ કરીને અંદરથી પસાર થઈ રહ્યા છે આવનાર સમયમાં આ સમસ્યા વધુ ગંભીર સ્થિતિ ઉભી કરે તેમ લાગી રહ્યું છે. અહીંથી પસાર થતાં મોટા વાહનો પર પ્રતિબંધ મુકવા પણ માગણી કરવામાં આવી છે. અંડરબ્રિજ માં રીક્ષાઓ તેમજ બાળકોને પ્રવેશ આપવામાં આવે તેમ જ તેમની ઘટે પણ મર્યાદિત રાખવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર