કલોલના પૂર્વ-પશ્ચિમને જોડતો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો
કલોલમાં આવેલ રેલવે અંડરબ્રિજ ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયો છે. કલોલમાં પડેલા ત્રણ ઇંચ વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. વરસાદી પાણી સીધું અંડરબ્રિજમાં જતા તે સંપૂર્ણ ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલ શહેરના ટાવર ચોક,વખારિયા ચાર રસ્તા, હાઇવે તેમજ બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાઈ રહેતા નગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નગરપાલિકા દ્વારા કામગીરીમાં ઠેકાણા ન પડાતા પાણી ભરાઈ રહેવાનો વારો આવ્યો છે તેમજ તેમજ સામાન્ય જનતાને ભારે નુકશાન થઇ રહ્યું છે. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અન્ય રસ્તે જવા મજબુર બન્યા છે. હાલ અંડરબ્રિજ બંધ હોવાથી ફાટક ઉપર પણ ભારે ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. જેથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ અંડરબ્રિજમાં રહેલું પાણી ઝડપથી ખાલી કરી તેને ખોલાય તેમ નાગરિકો માંગ કરી રહ્યા છે.
કલોલમાં ભારે વરસાદથી ચારેતરફ જળબંબાકાર, જુઓ ફોટા
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
