કલોલ નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલના અમિત શાહે શું કહી વખાણ કર્યા ?

કલોલ નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલના અમિત શાહે શું કહી વખાણ કર્યા ?

Share On

ઉર્વશીબેન પટેલના અમિત શાહે શું કહી વખાણ કર્યા ?

 

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ ગઈકાલે  કલોલ ખાતે અંદાજિત રૂ ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજનો શિલાન્યાસ અને સરદાર બાગના નવિનીકરણના કાર્યોનું ખાતમૂહુર્ત કરવા આવ્યા હતા. જનસભાને સંબોધન દરમિયાન તેઓએ કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેનના વખાણ કરી તેમનું ભાષણ ચતુરાઈપૂર્વકનું ગણાવ્યું હતું.

કલોલના ભારત માતા ટાઉનહોલમાં નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પોતાનું સંબોધન કરવા ઉભા થયા હતા. ભાષણ દરમિયાન તેઓ કલોલ શહેરના વિકાસ માટે સતત કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહના સહયોગથી જ કલોલમાં ઓવરબ્રિજ, રેલવે પૂર્વમાં પાણીની નવી પાઈપલાઈન તેમજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શક્ય બન્યો છે. કલોલમાં ટૂંક સમયમાં કોમ્યુનિટી હોલ બનાવવાની તૈયારી થઇ રહી છે.

 

ઉર્વશીબેને કહ્યું હતું કે યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી કલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં પણ આવશે. કલોલ નગરપાલિકા દ્વારા આશરે 120 કરોડથી પણ વધુ રકમના કામો કરવામાં આવ્યા છે. ઉર્વશીબેનના ભાષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું ભાષણ હતું.

અમિત શાહે તેમના સંબોધનમાં કલોલ નગરપાલિકાના પ્રમુખની કામગીરી વખાણી હતી. તેઓએ કહ્યું હતું કે ઉર્વશીબેને ખુબ જ ચતુરાઈપૂર્વકનું સંબોધન કર્યું છે. તેમણે વાત વાતમાં મને આડકતરી રીતે કહી દીધું કે સાહેબ તમારે કલોલમાં આ કામ કરી આપવાના છે. આટલું કહેતા જ હોલમાં રમૂજ સર્જાઈ ગઈ હતી.

તેમણે ખાતરી આપતા કહ્યું કે કલોલનું  કોઈપણ કામ હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉર્વશીબેને જનતાના કામ માટે જ ભલામણ કરી છે.  અમિત શાહે પાલિકા પ્રમુખને સંબોધીને કહ્યું હતું કે મારી ઓફિસ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે અને કલોલના જે કોઈપણ કામ બાકી રહેતા હોય તેની યાદી મોકલી આપજો એટલે તમારા કામ થઇ જશે. આમ હવે કલોલ બુલેટની ગતિએ વધવાની શક્યતા જોવાઈ રહી છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

કલોલ સમાચાર