કલોલમાં ગાંજો વેચતી મહિલા ઝડપાઈ
કલોલ શહેરમાં નશાખોરીનું દુષણ વધી ગયું છે. દારૂ જુગાર તો હતા જ હવે શહેરમાં ગાંજો પણ વેચાવા લાગ્યો છે. કુંભારવાસ નજીક પોલીસે એક મહિલા અને યુવકને ગાંજાનો વેપાર કરતા ઝડપી લીધા છે. પોલીસે દરોડો પાડીને 620 ગ્રામ જેટલો ગાંજો જપ્ત કર્યો હતો અને મહિલા અને યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઘરમાંથી 6200 રૂપિયાની કિંમતનો ગાંજો તેમજ એક્ટિવા મળીને કુલ 16,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં ચકચાર ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત દારૂ વેચતા બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
કલોલના અનેક વિસ્તારોમાં સાંજ પડે યુવાનો નશીલા પદાર્થોની મોજ માણતા હોય છે. જોકે તેમને ખબર નથી કે આ તેમના પરિવાર માટે એક મોટી સજા સાબિત થઇ શકે છે. નશાનું દુષણ દૂર કરવામાં આવશે તો જ નવી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ રહી શકે તેમ છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
