કલોલનું ગૌરવ પ્રોફેસર જીજ્ઞાશા બેન વાઘેલા
કલોલ નગરપાલિકાના માજી ચીફ ઓફિસર રણછોડભાઈ આર. વાઘેલા ની સુપુત્રી તથા ફૂડ સેફટી ઓફિસર શ્રી રાજેશકુમાર આર. વાઘેલાની બહેન પ્રો. કુ. જીજ્ઞાશાબેન વાઘેલાએ ડૉ. યોગેશ યાદવ, પ્રિન્સિપાલ, કે. કા. શાસ્ત્રી ગર્વમૅન્ટ કોમર્સ કોલેજ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ “એન ઇમ્પેક્ટ ઓફ પબ્લિક એક્સપેન્ડીચર ઓન ઇકોનોમિક ડેવલોપમેન્ટ ઇન ગુજરાત” વિષય હેઠળ સંશોધનકાર્ય કરેલ. તે બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેઓને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી માંથી પી.એચ.ડી. થઇ ડોકટરેટની પદવી મેળવી જીજ્ઞાશા બેન એ તેમના પરિવાર તથા કલોલ શહેર નું ગૌરવ વધારેલ છે.
આ અગાઉ પ્રો. કુ. જીજ્ઞાશા વાઘેલા એ એન્જીનીયરીંગની ઉપાધિ ઉપરાંત ઇકોનોમિકસમાં એમ. એ. માં ગુજ. યુની. માં ઇકોનોમિકસ વિષય સાથે પ્રથમ આવી ગોલ્ડમેડલ મેળવી ગૌરવ અપાવેલ છે . તથા કોલેજમાં એન.સી.સી. લેફ્ટનન્ટની ઉપાધિ સાથે જુદા જુદા ફિલ્ડમાં તેમના કૌશલ્ય તથા અથાગ મહેનત દ્વારા જુદા જુદા હોદા હાંસલ કરેલ છે.
હાલમાં “ એન ઈમ્પેક્ટ ઓફ પબ્લિક એક્સપેન્ડીચર ઓન ઇકોનોમિક ડેવલોપમેન્ટ ઈન ગુજરાત “ વિષય ઉપર અંગ્રેજી માધ્યમમાં પી.એચ.ડી. કરી ડોકટરેટની પદવી મેળવી .પ્રો. ડૉ. જીજ્ઞાશા વાઘેલા તરીકેની નવી ઓળખ ઉભી કરી કલોલ શહેરનું તથા તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
કલોલ નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલના અમિત શાહે શું કહી વખાણ કર્યા ?