કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ

કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ

Share On

કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ

કલોલમાં જંગલી જાનવરોની અવર જવર વધી છે. ત્યારે પંચવટી વિસ્તારમાં એક શિયાળ નું બચ્ચું ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. જેથી તેને રેસ્ક્યુ કરી સારવાર આપવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. બચ્ચાને વધુ સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યું હતું.આ બચ્ચું આસપાસના ગામના ખેતરોમાંથી ભૂલું પડી ગયું હોય તેમ મનાઈ રહ્યું છે.

કલોલ શહેર  ના પંચવટી વિસ્તાર બોરીસણા રોડ રામસત બંગલો ની બાજુમાં રહેતા  ભાર્ગવભાઈ પટેલ દ્વારા સદભાવના ફાઉન્ડેશન ના હિતેષભાઈ પંચાલ ને કોલ કરી જાણ કરવામાં આવી હતી કે એક ઘાયલ કુતરા જેવું પ્રાણી ઘાયલ અવસ્થામાં છે. તેવી જાત થતાં તાત્કાલિક હિતેષભાઈ પંચાલ અને જીગરભાઈ નાઈ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા ત્યાં જોતાં એક શિયાળ નું બચ્ચું જોવા મળતાં તાત્કાલિક રેસ્ક્યુ કરી વનવિભાગ ની સલાહ થી વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું.

કલોલના બોડીપુરા ખાતેથી મહાકાય અજગર પકડાયો, જુઓ ફોટા 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર