ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ ની ઓળખ પરેડ કરાવવા માં આવી…..
ચૂંટણી ના દિવસે સાંજના સમયગાળા દરમિયાન પંચવટી ગોપાલ નગર સોસાયટીમાં રહેતા પટેલ જૈમીન કુમાર પ્રહલાદભાઈ સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુદર્શન ચોકડી પાસે પહોંચતા, તેમના પર ટોળાએ તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી પોલીસ એક્શન માં આવી ગઈ હતી અને આરોપીઓ ને ઝડપી લેવામાં આવ્યા હતા. આજરોજ તેમને ઓળખ પરેડ અર્થે કલોલ કોર્ટ માં રજૂ કરવા માં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ચૂંટણી ના દિવસે પટેલ જૈમીન પ્રહલાદભાઈ સુદર્શન ચોકડી પાસે શાકભાજી લેવા અર્થે ઉભા હતા. ત્યારે ટોળામાં ઉભેલા એક ઇસમ દ્વારા તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવામાં આવી હતી. જેથી જૈમીનભાઈએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા અન્ય ઈસમ દ્વારા જૈમીન ભાઈ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જૈમીન ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરી આરોપી ઓ નાસી છૂટયા હતા.પોલીસે આરોપીઓ ને પકડવા માટે સીસીટીવી કેમેરા ની પણ ચકાસણી કરી હતી,જેથી આરોપીઓ ને ટ્રેસ કરી ઝડપવા માં આવ્યા હતા.જેમને આજરોજ કલોલ કોર્ટ માં ઓળખ પરેડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપીઓ ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલોલ કોર્ટ માં રજૂ કરવા માં આવ્યા હતા. જ્યાં આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી.આરોપીઓ ને જોવા માટે લોકો ની ભીડ ઉમટી પડી હતી. તેમજ સંપૂર્ણ ઘટના ને સૌ પ્રથમ રાજકીય રંગ આપવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે પોલીસ તપાસ માં હુમલો અંગત અદાવત માં થયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઓળખ પરેડ કરાવ્યા બાદ આરોપીઓને પોલીસ વાન માં બેસાડી કોર્ટ પરિસર ની બહાર લઇ જવાયા હતા. સંપૂર્ણ ઘટના ચૂંટણી ના દિવસે થઈ હોવાથી કલોલ માં અવનવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.