કલોલ ના છત્રાલમાં ઊંડા કૂવામાં પડેલ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

કલોલ ના છત્રાલમાં ઊંડા કૂવામાં પડેલ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

Share On

જીવદયા પરિવાર દ્વારા ભારે જહેમતબાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું……

જીવદયા પરિવાર દ્વારા ભારે જહેમતબાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

કલોલમાં ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન છત્રાલ ગામે એક ગાય કુવામાં પડી હોવાના સમાચાર મળતા જીવ દયા પરિવાર ઘટનાસ્થળે પહોંચી જઈ ભારે જહેમત બાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટના રાત્રિના અંધકારમાં બનેલ હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન માં ઘણી મુશ્કેલી સર્જાઇ હતી, પરંતુ જીવ દયા પરિવાર દ્વારા ભારે જહેમત બાદ ગાયનું સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

પ્રાત વિગતો અનુસાર, કલોલમાં ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન છત્રાલ ગામે આવેલ સો ફૂટ ઊંડા કૂવામાં ગાય પડી ગઈ હોવાના સમાચાર જીવ દયા પરિવાર ને મળ્યા હતા. જેથી જીવ દયા પરિવાર દ્વારા રાત્રિના અંધકાર માં કલોલ થી છત્રાલ ગામે જઈ ગાયને કૂવામાંથી બહાર કાઢવા માટે અર્થાત પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં જીવદયા પરિવાર દ્વારા એક ખાનગી કંપની માંથી ક્રેન મંગાવવામાં આવી હતી, અને આ ક્રેનની મદદથી ગાયને પટ્ટા સાથે બાંધીને તેને સફળતાપૂર્વક ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી.

ગાય જે કુવામાં પડી ગઈ હતી, તે કૂવો આશરે સો ફૂટ ઊંડો હોવાના કારણે ગાયના પગમાં પણ ઇજાઓ પહોંચી હતી. જેથી ગાયને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે હેતુથી જીવદયા પરિવાર દ્વારા તેને પશુ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. રાત્રિના અંધકારમાં કેટલીક જગ્યાએ ખુલ્લી ગટર તેમજ ઊંડા કુવાઓમાં પશુઓ પડી જવાની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે.

સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન છત્રાલ ગામના સરપંચ તેમજ ગ્રામજનો એ પણ ગાયના રેસક્યુ ઓપરેશનમાં જીવદયા પરિવારને મદદ કરી હતી, જ્યારે ઘટનાની જાણ ઉમિયા ક્રેન સર્વિસ ને થતા તેમના દ્વારા નિશુલ્ક ક્રેન મોકલાવી પુણ્યના કામમાં સહભાગી થયા હતા. હાલમાં કૂવામાંથી બહાર કાઢવામાં આવેલી ગાય પશુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સફળતાપૂર્વક રેસ્ક્યુને પાર પાડનાર જીવદયા પરિવારનો છત્રાલ ગામના સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

કલોલ સમાચાર