પૂર્વ વિસ્તારમાં ઓએનજીસી રોડ અધૂરો બનાવીને છોડી મૂકવામાં આવતા સ્થાનિકોને અગવડતા પડી રહી છે……
ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલ રેલવે પૂર્વ વિસ્તારમાં ઓએનજીસી રોડ નું સમારકામ અધૂરું છોડી મૂકવામાં આવતા રોડ બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. આ રોડ અધૂરું કામ કરીને છોડી મૂકવામાં આવેલો હોવાને કારણે ઠેર-ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ ઓએનજીસી રોડ નું સમારકામ છેલ્લા કેટલાય સમયથી અધૂરું છોડી મૂકવામાં આવતા વાહન ચાલાક ને ભારે અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ખાડાઓમાં વાહન પડવાને લીધે કમર દર્દની ફરિયાદો પણ ઉઠી છે. આ રોડનું કાર્ય છેલ્લા કેટલાય સમયથી અધૂરું રાખવામાં આવતા સત્વરે તંત્ર દ્વારા આ કાર્ય શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રોડ પર પડેલ ખાડાઓ ને કારણે વાહન ચાલકોને કમરદર્દની ફરિયાદ પણ ઉઠી છે.
તંત્ર દ્વારા અધૂરું છોડવામાં આવેલું રોડ બનાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવામાં આવે તેવી માંગ રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતા સ્થાનિકો કરી રહ્યા છે. રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ આ ઓએનજીસી રોડ નું કાર્ય કોઈક કારણસર તંત્ર દ્વારા અધૂરું છોડી મૂકવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર ઠેર ઠેર ખાડાઓ હોવાને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે અગવડતા નો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ ઓએનજીસી રોડ નુ કાર્ય અધૂરું છોડી મૂકવામાં આવતા, હાલ આ રોડ સંપૂર્ણપણે ખાડાઓમાં ગરકાવ થઈ ચૂક્યો હોય તેમ દ્રશ્યમાન થઈ રહ્યો છે. રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો કમર દર્દની ફરિયાદ પણ કરી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ નવો માર્ગ ઝડપથી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.