વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી કોમ્પ્યુટર લેબ ખુલ્લી મૂકવામાં આવી…..
આજનો યુગ એ કોમ્પ્યુટરનો યુગ થઈ ચૂક્યો છે. તેમજ શિક્ષણમાં કોમ્પ્યુટર અગ્રેસર હોવાથી વાયણા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ શાળાના બાળકો માટે વિકસાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વિવિધ કંપનીઓના સહયોગથી વાયણા પ્રાથમિક શાળામાં લેબ શરૂ કરવામાં આવી છે.
કોમ્પ્યુટર લેબ ના ઉદ્ઘાટન પ્રસંગે અરવિંદ ફાઉન્ડેશનના હેડ સ્વદેશ સકસેના, પ્રોજેક્ટ કોર્ડીનેટર દીપક પરમાર, ઈન્ડો રામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સુમિત શર્મા, ભારત ગેસ ફાઉન્ડેશન અમદાવાદના સીએસઆર બોક્સ ના પાર્થ તેરૈયા અને રિયા પાઠક આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમજ શિક્ષણમાં જરૂરી હોય એવી દરેક પ્રકારની મદદ કરવાની બાંહેધરી ઉપરોક્ત દર્શાવેલ દાનવીરો દ્વારા આપવામાં આવી હતી.
ઉપરોક્ત દાનવીરો દ્વારા વાયણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ને લગતું ફર્નિચર, સ્માર્ટ ટીવી, પ્રિન્ટર બેલ, લેપટોપ કમ્પ્યુટર, 20 ટેબલેટ ફોન, તેમજ વિવિધ પ્રકાર ની ગેમ્સ અને સ્પીકર જેવી કોમ્પ્યુટર શિક્ષણને જરૂરી વસ્તુઓ દાન સ્વરૂપે આપી શાળાના બાળકોના શિક્ષણમાં જરૂરી હોય તેવી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ગુજરાત અને ખાસ કરીને વાયણા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દેશ તેમજ વિદેશમાં નામના મેળવે તેવી આશા સાથે મહાનુભાવો દ્વારા દાન આપવામાં આવ્યું હતું.
વાયણા પ્રાથમિક શાળામાં હાલ શરૂ કરવામાં આવેલી કોમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓના ભણતર તેમજ ગણતર બંનેમાં ઉપયોગી નીવડશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેમ જ કોમ્પ્યુટર ફિલ્ડમાં વિદ્યાર્થીઓ સારી નામના મેળવે તે માટે વાયણા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે.