લાંચિયો અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો……
કલોલમાં આજરોજ સાંજના સમયગાળા દરમિયાન મામલતદાર કચેરી ખાતે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં મામલતદાર કચેરી ખાતે હંગામી ધોરણે કારકૂન તરીકે ફરજ બજાવતા અધિકારી અરજદાર પાસેથી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબી ની આ ટ્રેપે મામલતદાર કચેરીમાં સોપો પાડી દીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ મામલતદાર કચેરી ખાતે સાંજના સમયગાળા દરમિયાન હંગામી ધોરણે કારકુન તરીકે ફરજ બજાવતા અધિકારી મનોજ દરજી રૂપિયા 500 ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. અરજદાર પાસેથી મનોજ દરજીએ કામ કઢાવી આપવા માટે રૂપિયા 500 માગ્યા હતા. જેથી અરજદારે એસીબી નો સંપર્ક કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. મનોજ દરજી નામના કારકુને અરજદાર પાસેથી પૈસા સ્વીકારતા જ એસીબીના અધિકારીઓ દ્વારા એને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
કલોલ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનું મોટામાં મોટું હબ બની ગયું હોય, તેમ લાંચિયા અધિકારીઓ દ્વારા કામ કઢાવી આપવા માટે અરજદાર પાસેથી લાંચ માંગવામાં આવતી હોય છે. અગાઉ પણ કલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર મયંકભાઇ પટેલ લાંચ લેતા રંગે હાથે એસીબીના છટકામાં ઝડપાઈ ચુક્યા છે. જ્યારે આજરોજ એસીબી ની સફળ ટ્રેપ દરમિયાન અરજદાર પાસેથી પૈસા સ્વીકારતા કારકુન મનોજભાઈ દરજી રંગે હાથે છટકામાં ઝડપાઈ ગયા હતા.
કલોલ મામલતદાર કચેરી ખાતે કામ કરતા મનોજભાઈ દરજીએ અરજદાર પાસેથી ₹500 કામ કઢાવી આપવા માટે માગ્યા હતા. જેથી અરજદારે એસીબી નો સંપર્ક કરતા આ લાંચ્યો અધિકારી એસીબી એ ગોઠવેલ છટકામાં અરજદાર પાસેથી લાંચ લેતો રંગે હાથે ઝડપાઈ ગયો હતો.