
ડમ્પર-બસ વચ્ચે ગાડી ફસાતા સકસ્માત સર્જાયો
કલોલમાં આવેલ અમદાવાદ મહેસાણા હાઇવે પર અંબિકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગાયત્રી મંદિર સામે આવેલ અંબિકા બ્રિજ પર ડમ્પર,કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બસ અને ડમ્પર વચ્ચે ગાડી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતા વાહનચાલકોને નીચે સર્વિસ રોડ તરફ થઈને જવાની ફરજ પડી હતી.
બનાવની વિગતો અનુસાર કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક આવેલ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનાને પગલે પોલીસ,એમ્બ્યુલન્સ સહીતની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતને પગલે બનાવસ્થળે મોટો ટ્રાફિકજામ થઇ જતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો : https://play.google.com/store/ apps/details?id=mobi.androapp. kalolsamachar.c7819
કલોલ ડી માર્ટમાં ટેગ પ્રાઇસ અને બિલના ભાવ અલગ હોવાથી ગ્રાહકોનો હોબાળો
1 thought on “કલોલ અંબિકા બ્રિજ પર ડમ્પર-બસ વચ્ચે ગાડી ફસાતા સકસ્માત સર્જાયો ”