પિતા-પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર
કલોલમાં પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની સખ્ત જરૂર ઉભી થઇ છે. કલોલ પૂર્વમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર ગઈ છે.છાસવારે અહીં મારામારી બબાલ થતી રહેતી હોય છે. પૂર્વમાં આવેલ હરિકૃપા હોસ્પિટલની પાછળ મારામારી થતા ચકચાર મચી ગઈ હતી. અહીં રહેતા પુરષોતમ ભાઈને જાણ થઇ હતી કે તેમના પુત્રને રાહુલ સલાટ,સુનિલ સલાટ અને રોહિત સલાટ મારી રહ્યા છે. જેને કારણે તેઓ પુત્રને બચાવવા દોડ્યા હતા.
તેમણે સ્થળ પર જઈને જોયું તો ત્રણેય વ્યક્તિઓ તેમના પુત્રને ધોકા વડે માર મારી રહ્યા હતા. જેથી તે વચ્ચે પડ્યા હતા. આ કારણે ઉશ્કેરાઈ ગયેલ સુનિલ સલાટે છરી લઈને પરુષોત્તમ ભાઈને મારી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પિતા પુત્ર પર હિચકારો હુમલો થતા વિસ્તારમાં તંગદિલી સર્જાઈ ગઈ હતી. બંનેને મારામારીમાં ઇજા થતા સારવાર લેવાની ફરજ પડી છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

1 thought on “કલોલ પૂર્વમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો થતા ચકચાર ”