કલોલનાં પૂર્વ વિસ્તારમાં ફાયરબ્રિગેડની શાખા સ્થાપવા નગરપાલિકામાં રજુઆત

કલોલનાં પૂર્વ વિસ્તારમાં ફાયરબ્રિગેડની શાખા સ્થાપવા નગરપાલિકામાં રજુઆત

Share On

કલોલનાં પૂર્વ વિસ્તારમાં ફાયરબ્રિગેડની શાખા સ્થાપવા નગરપાલિકામાં રજુઆત

BY પ્રશાંત લેઉવા

 

કલોલ : કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર બ્રિગેડની શાખાની સ્થાપના કરવાની માંગણી થઈ છે. કલોલના પૂર્વ વિસ્તારમાં ફાયર બ્રિગેડ માટે કોઈ સ્થાન ન હોવાથી આકસ્મિક આગની ઘટના બને ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. જેને પગલે રેલવે પૂર્વ વિસ્તારમાં ફાયર બ્રિગેડની શાખા સ્થપાય તો મોટી જાનહાની થતા અટકી શકે તેમ છે તેવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

 

કલોલની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા રેલવે પૂર્વ વિસ્તારમાં ફાયર બ્રિગ્રેડની શાખા સ્થાપવાની કલોલ નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી છે. કલોલન પૂર્વ વિસ્તારમાં પચાસ હજાર જેટલા નાગરિકો વસવાટ કરે છે. આકસ્મિક આગની ઘટના બને ત્યારે પંચવટી વિસ્તારમાં રહેલ ફાયર બ્રિગ્રેડને આવતા ઘણો સમય લાગી શકે છે.

 

સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ જૂની નગરપાલિકા ખાતે કલોલ શહેરની મધ્યમાં ફાયરબ્રિગેડ હતું. કેને પગલે તમામ વિસ્તાર સુધી પહોંચવું સરળ હતું. પરંતુ ફાયરબ્રિગેડને હાઇવે પર ખસેડવામાં આવતા આકસ્મિક સંજોગોમાં નિયત સમયમાં ફાયરબ્રિગેડ પહોંચી શકશે નહીં. અગાઉ પૂર્વ વિસ્તારમાં બે દુકાનોમાં આગ લાગતા ફાયરબ્રિગેડ આવે તે અગાઉ દુકાન આગમાં સ્વાહા થઈ ગઈ હતી. આવી સ્થિતિ ન સર્જાય તે માટે રેલવે પૂર્વ વિસ્તારમાં અગ્નિશામક વાહન સાથે ફાયરબ્રિગેડની શાખા ઉભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

કલોલ સમાચાર