કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે,વાહન ચાલકોને થશે મોટો ફાયદો 

કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે,વાહન ચાલકોને થશે મોટો ફાયદો 

Share On

કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે

કલોલ અને પાનસર વચ્ચે આવેલ રેલવે ફાટક પર નવો ઓવરબ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રેલવે ઓવરબ્રિજથી હજારો વાહન ચાલકોને ફાયદો થશે. અમદાવાદ-મહેસાણા મુખ્ય રેલવે લાઈન પર બનનાર આ બ્રિજને કારણે ફાટક પર ટ્રાફિકની સમસ્યા ઘટશે તેમજ સમય અને ઇંધણની બચત થશે.
અમદાવાદ-મહેસાણા વચ્ચે મોટી સંખ્યામાં ટ્રેનો દોડતી હોવાથી વારંવાર આ ફાટક બંધ કરવો પડે છે. આ રોડ મહત્વના ગામોને જોડતો હોવાથી હજારો વાહનો અહીંથી પસાર થાય છે. રેલવે ઓવરબ્રિજ બનવાથી પાનસર,ડીંગુચા,વડસ્મા,કોઠા,વડુ તેમજ કરજીસણ સહીતના ગામોને મોટો ફાયદો થશે. મહેસાણા તરફ જવા માટે પણ વાહન ચાલકો આ રૂટનો ઉપયોગ કરતા હોય છે.આ રોડ પર ટ્રાફિક વધુ રહેતો હોવાથી તંત્ર દ્બારા નવો ઓવરબ્રિજ બનાવવાની તૈયારી આદરવામાં આવી છે.

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર