કલોલમાં એપલની નકલી આઈટમ વેચતી દુકાનો પર દરોડો પડતા નાસભાગ 

કલોલમાં એપલની નકલી આઈટમ વેચતી દુકાનો પર દરોડો પડતા નાસભાગ 

Share On

કલોલમાં એપલની નકલી આઈટમ વેચતા દુકાનદારો પર તવાઈ

કલોલમાં એપલની નકલી આઈટમ વેચતા દુકાનદારો પર તવાઈ બોલાવવામાં આવી છે પોલીસ અને કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કલોલના બજારમાં ખળભળાટ મચી ગયો હતો કલોલની ચાર મોબાઇલની દુકાનોમાં એપલ કંપનીના મોંઘા ઉપકરણોની નકલ બનાવીને વેચવામાં આવી રહી હતી જેને પગલે કાર્યવાહી કરવામાં આવી છે.
કલોલમાં આવેલ વિવિધ મોબાઇલની દુકાનમાં એપલ કંપની ના ડુપ્લીકેટ ઉપકરણો વેચાતો હોવાની ફરિયાદ સામે આવી હતી જેને લઇને કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી જેમાં મોટી સંખ્યામાં એપલ કંપનીની એસેસરીઝ મળી આવી હતી.
 કલોલની 4 દુકાનોમાં પોલીસે તપાસ કરી હતી તેમાંથી એક લાખ ૪૦ હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કોઈ પ્રતિષ્ઠિત કંપનીના  નકલી ઉપકરણો વેચવા મોટો ગુનો ગણાય છે ત્યારે આ વેપારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અગાઉ ઉત્પાદનમાં પ્રખ્યાત કંપનીની રેડીમેડ વસ્તુઓ વેચતા વેપારીઓ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર