કલોલ પૂર્વમાં ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર

કલોલ પૂર્વમાં ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર

Share On

ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર

કલોલના પૂર્વ  વિસ્તારમાં આવેલ આયોજન નગરમાં એક વ્યક્તિનું મર્ડર થતા ચકચાર મચી ગઈ છે. મિત્રો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ભારત જાદુગર નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. ઉત્તરાયણની રાત્રે થયેલ હત્યાની સવારે જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. પૂર્વમાં મર્ડર થયાની વાત વાયુવેગે શહેરમાં ફેલાઈ જતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

 

પોલીસે ભારત જાદુગરના હત્યારાઓને ઝડપી લઈને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા છે તો અન્ય બે હત્યારા ફરાર હોવાની વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે તાપણું કર્યા બાદ મિત્રો વચ્ચે બબાલ થઇ હતી જેને લઈને યુવકની હત્યા કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

 

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો

કલોલ પુવઁ પાણી ની ટાંકી આયોજન નગર પાસે સ્થાનિક જાદુગર ભારત ઉફેઁ ભીખાભાઈ ની પાંચ અંગત મિત્રોએ હત્યા કરી હતી.જાદુના ખેલ કરતા આધેડ ભીખાભાઈ ની હત્યા કરનાર અંગત મિત્રો માંથી ત્રણ ઝડપાયા છે.

કલોલ પોલીસે ત્રણ ને કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા જ્યારે બે જણા ફરાર થયા છે. જાદુગર ના શબ ને પી એમ માટે રેફરલ હોસ્પિટલ  મા મોકલી ને ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.રાજ્યભરમાં જાદુગર સ્માર્ટ ભારત નામે જાદુના શો કરતા જાદુગર અપરણિત હતા તેમજ ભીખાભાઈ  તેમના પરિવારમાં માતા સાથે રહેતા હતા

 

કલોલ અંબિકા બસ સ્ટેન્ડ આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ 

કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા દોડધામ 

 

 

કલોલ સમાચાર