જીજ્ઞેશ મેવાણીના જામીન કોર્ટે નામંજૂર કર્યા, મેં ઝુંકુગા નહીં વિડીયો ધૂમ વાઇરલ 

જીજ્ઞેશ મેવાણીના જામીન કોર્ટે નામંજૂર કર્યા, મેં ઝુંકુગા નહીં વિડીયો ધૂમ વાઇરલ 

Share On

મૈં ઝુકેંગા નહીં સ્ટાઇલ વિડીયો ધૂમ વાઇરલ

આસામની કોર્ટે જીજ્ઞેશ મેવાણીના જમીન નામંજુર કર્યા છે. હાલ મળતી વિગતો અનુસાર જામીન અરજી મંજુર થઇ નથી. અપડેટ્સ માટે વાંચતા રહો અમારી વેબસાઈટ
જીજ્ઞેશ મેવાણીની ગઈકાલે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અહીં પુષ્પા ફિલ્મનો મેં ઝુકેગા નહીં સાલા ડાયલોગ એક્શન સાથે કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ વાઇરલ થઇ રહ્યો છે.

જીજ્ઞેશ મેવાણીની ધરપકડ બાદ આસામ પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે હાલ 3 દિવસના રિમાન્ડ  આપ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર મેવાણીને કોકરાઝાર જિલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ કોકરાઝાર પોલીસ કસ્ટડીમાં છે.

જિજ્ઞેશ મેવાણીને અડધી રાતે કેમ આસામ પોલીસ લઈ ગઈ

ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસની ટીમે બુધવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીની ધરપકડ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યના સમર્થકોનું કહેવું છે કે આસામ પોલીસે હજુ સુધી તેમને એફઆઈઆરની કોપી આપી નથી, માત્ર એટલું જ જણાવ્યું છે કે આસામમાં જીગ્નેશ મેવાણી સામે કેટલાક કેસ નોંધાયેલા છે.

આસામ પોલીસ પાલનપુરમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરીને અમદાવાદ જવા રવાના થઈ હતી. તેમને અમદાવાદથી આસામના ગુવાહાટી લઇ જવાયા હતા..  મેવાણી સમર્થકોના જણાવ્યા અનુસાર, આસામ પોલીસે તેમની સામે નોંધાયેલા કેસને ટાંકી ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ તેમની ધરપકડના પગલે રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસના મોટા દલિત ચહેરા જીગ્નેશ મેવાણીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે.

પોતાની ધરપકડ અંગે મીડિયા સાથે વાત કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ‘મારી એક ટ્વિટના સંદર્ભમાં મારી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મને કોઈ ચોક્કસ માહિતી આપી નથી. હું કોઈ ખોટી ફરિયાદથી ડરતો નથી. હું મારી લડાઈ ચાલુ રાખીશ.’ કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યના સમર્થનમાં અડધી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે જિજ્ઞેશ વિરુદ્ધ આરએસએસ પર ટ્વીટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધારાસભ્યને ડરાવવાનો આ પ્રયાસ છે. તેઓએ આજે બપોરે સારંગપુર ખાતે પણ ધરપકડના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

રોગચાળામાં બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો

 

 A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ગુજરાત સમાચાર