- કલોલમાં ભાજપની ટિકિટને લઈને કોકડું ગૂંચવાયું ……
કલોલ મા ટિકિટ માટે જબરદસ્ત લોબિંગ થઈ રહ્યું છે.મળતી માહિતી અનુસાર એક ઉમેદવારનું નામ પેનલમાં ન આવતા તેણે અન્ય દાવેદારને ટેકો આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પેંનલ તૈયાર થયા બાદ ભાજપમાં અત્યારથી જ જૂથ પડી ગયા છે તો ચૂંટણી સમયે શું થશે તે ચર્ચાનો વિષય બન્યો છે.કલોલમાં ભાજપની ટિકિટને લઈને કોકડું ગૂંચવાયું છે.
ભાજપે આંતરિક જૂથવાદને કારણે છેલ્લી ત્રણ ચૂંટણી 2007,2012 અને 2014માં કોંગ્રેસના હાથે હાર સહન કરવી પડી રહી છે. ત્યારે આ વખતે પણ જૂથવાદ હોવાથી ફરી બેઠક ગુમાવવી પડે તેવા સંજોગો સર્જાયા છે.આ કારણે સ્થાનિક નેતાગીરી વિરુદ્ધ કાર્યકરોમાં પણ રોષ ફેલાયો છે.
કલોલમાં ભાજપ હાલ ઉમેદવારની પસંદગી કરવામાં ગૂંચવાઈ રહ્યું છે.એક પાટીદારને ટિકિટ મળે તો બીજા પાટીદાર દાવેદાર નારાજ થાય તેમ છે.જેને કારણે ઠાકોર અથવા કોઈ અનુસૂચિત જાતિના હોદ્દેદારને ટિકિટ મળે તો બેઠક જીતવાની સંભાવના વધુ જોવા મળી રહી છે. ભાજપને અહીં જીતવા માટે આંતરિક જૂથવાદ અને અસંતોષ બાધારૂપ હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી અગાઉ જ આટલો ભયંકર જૂથવાદ સામે આવતા કાર્યકરો પણ સ્થાનિક નેતાઓ સામે કફફે થયા છે. આ સંજોગોમાં મોવડી મંડળ ધ્યાન આપે તેવી કાર્યકરોની લાગણી છે.