કંપનીની વેબસાઈટ મુજબ, આ સંસ્થા 2016 થી કાર્યરત છે અને તે સેંકડો એકમોનું ‘સ્પ્રે ડ્રાયિંગ’ અને ‘સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ’ કરે છે. પરંતુ અમારી તપાસ અનુસાર, આ સંસ્થા પોતે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. અન્ય કંપનીઓ પાસેથી લાખો રૂપિયા ફી લઈને તેમનો કચરો સાફ કરવાનો દાવો કરતી આ કંપનીએ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડ્યું છે કે બોર્ડે તેમને દંડ કરવો પડ્યો?
જો વેસ્ટ મેનેજમેન્ટ કરતી કંપની જ નિયમો તોડે, તો તેનો સીધો અર્થ એ થાય કે છત્રાલ GIDC ના તમામ ઉદ્યોગોનું પ્રદૂષણ સુરક્ષિત રીતે નિકાલ થવાને બદલે ખુલ્લામાં અથવા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતું હોઈ શકે. આ એક ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે આખા પંથકની કંપનીઓ પોતાનું ઝેરી પાણી અહીં મોકલે છે.
કલોલ સમાચારના કેટલાક સવાલો છે જે કંપનીનું વિઝન ‘Clean and Green Environment’ છે, તેને જ દંડ કેમ થયો? શું આ કંપની અન્ય ઉદ્યોગો પાસેથી કચરો લઈને તેનો નિકાલ કર્યા વગર જ ગેરકાયદેસર ઠાલવી રહી છે? GPCB એ આટલો મોટો દંડ કર્યા પછી પણ કંપની સામે કડક કાર્યવાહી કેમ ન કરી? આશા રાખીએ આ સવાલોના જવાબ મળે…
