ઔડા દ્વારા નિર્મિત રોડ ની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા…….
કલોલમાં ઔડા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ઓએનજીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ રોડ બનાવવા માં વેઠ ઉતારવામાં આવી હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે. રોડની સાફ-સફાઈ કર્યા વિના જ સીધે સીધો ડામર પાથરી દેવામાં આવતો હોય તેવા અનેક પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે.
કલોલ માં રેલવે પૂર્વ વિસ્તારમાં ઔડા દ્વારા ઓએનજીસી રોડ બનાવવાનું કામ છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. રોડની સાફ-સફાઈ કર્યા વિના જ સીધે સીધો ડામર પાથરી દેવામાં આવે છે. તેમજ એર પ્રેસર મશીન અને ગરમ ડામર કર્યા વગર જ કોન્ટ્રાક્ટર દ્વારા ડામરને રોડ પર પાથરી દેવામાં આવ્યો હતો. વધુ માં રોડનું યોગ્ય લેવલિંગ પણ કરવામાં આવ્યું નથી જેને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય તેવી પણ સમસ્યા ઉત્પન્ન થાય તેમ છે.
રોડની ગુણવત્તા યોગ્ય ન હોવાને લીધે રોડ બનાવ્યા બાદ થોડાક જ સમયમાં ખાડા પડી જાય છે, આ સંપૂર્ણ સમસ્યાઓથી કંટાળી જઈ તેમજ નીતિ નિયમ નું પાલન કર્યા વિના જ રોડ બનાવવામાં આવતો હોવાના આક્ષેપો સાથે આજરોજ સ્થાનિકો દ્વારા રોડનું નિર્માણ કાર્ય અટકાવવામાં આવ્યું હતું.
ઔડા દ્વારા રોડ રસ્તા ના નિર્માણ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે.પરંતુ કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ ગ્રાન્ટમાંથી કટકી કરીને નબળી ગુણવત્તા વાળો રોડ બનાવતા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે. આ નબળી ગુણવત્તાવાળા રોડથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.