કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન,નગરપાલિકા ક્યારે જાગશે ?

કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન,નગરપાલિકા ક્યારે જાગશે ?

Share On

કલોલમાં ગાયો અને ગાબડાથી સામાન્ય નાગરિક પરેશાન

કલોલમાં ગાયો અને ગાબડાંનો હદ બહારનો ત્રાસ વધી ગયો છે. નગરપાલિકા દ્વારા આ બંને બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ચોમાસા દરમિયાન શહેરના તમામ રોડ રસ્તા તૂટી ગયા છે. લોકોની કમર ભાંગી રહી છે,મણકા દુઃખી રહ્યા છે પણ સત્તાધીશો મદમસ્ત છે.
પાલિકાના આવા બેફિકર વલણને કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. લોકોએ રસ્તો બનાવવા અનેક રજૂઆત કરી હોવા છતાં રસ્તા બનતા નથી. માંડ બનેલ રસ્તા તરત તૂટી જતા તેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. શહેરમાં ઠેક ઠેકાણે ગાયો રખડતી જોવા મળી રહી છે.
જાહેર માર્ગો પર ટોળામાં ઉભેલી ગાયોથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત અકસ્માત પણ સર્જાતો હોય છે તેમ છતાં તેમને પકડવાની કોઈ કામગીરી કરાઈ નથી. આ સંજોગોમાં હવે લોકો જોરદાર રીતે ત્રાસી ગયા છે.

કલોલ સમાચાર