કલોલ પૂર્વમાં ડાક ચૌપાલ કાર્યક્રમ યોજાયો

કલોલ પૂર્વમાં ડાક ચૌપાલ કાર્યક્રમ યોજાયો

Share On

કલોલ પૂર્વમાં ડાક ચૌપાલ કાર્યક્રમ યોજાયો

કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી રેલવે પૂર્વ કલોલ ખાતે ઇન્ડિયન પોસ્ટ કલોલ હેડ ઓફિસ તથા કરછ કડવા પાટીદાર યુવા મંડળ કલોલના સંયુક્ત ઉપક્રમે ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલોલ શહેરના  મોટાભાગના લોકોએ કેમ્પમાં લાભ લીધો અને આધાર સંબંધીત માહિતી તથા યોગ્ય અપડેટ તથા ઇન્ડિયન પોસ્ટની ઘણી બધી સેવાઓનો લાભ લઈ માહિતી મેળવી હતી.

 ગવર્મેન્ટ ઇન્ડિયન પોસ્ટની સ્કીમમાં લાભ લેનાર ગ્રાહકોનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ભરતભાઈ સોલંકી કલોલ કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ લખમશીભાઈ પટેલ, યુવક મંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલ તથા કલોલ પોસ્ટ હેડ માસ્ટર હિતેશ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા.

કલોલ સમાચાર