જેસીઆઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ
કલોલમાં આજરોજ જે.સી.આઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલ મા ડિબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટ કોમ્પિટિશન માં ૨૫થી ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ કોમ્પીટીશન મા વિદ્યાર્થીઓએ “ડેમોક્રેસી ઈઝ ધ બેસ્ટ ફોર્મ ઓફ ગવર્મેન્ટ” ના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓએ લોકશાહી ને ધ્યાને રાખીને બનાવવામાં આવેલું ભારત દેશનું બંધારણ લોકશાહી હેઠળ કેટલું ઉપયોગી છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશોના બંધારણના ઉદાહરણો આપીને ભારત દેશનું બંધારણ અન્ય દેશોની સાપેક્ષે કયા કારણોસર ચઢિયાતું છે તે મુદ્દા પર વિસ્તૃતપણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને કાર્યક્રમના અંતે બેસ્ટ પાર્ટીસીપેન્ટ વિજેતાઓ ને એવોર્ડ અને સવૅ ને પાર્ટીસીપેશન સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો