બળદેવજી ઠાકોરે ઉઠાવ્યો મુદ્દો
કલોલમાં વારંવાર ફાટી નીકળતા રોગચાળાનો મામલો હવે વિધાનસભામાં પહોંચ્યો છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભામાં નોટિસ આપી આ બાબતે ચર્ચા કરવાની દરખાસ્ત મૂકી હતી. જેને પગલે આજે ચર્ચા થઇ શકે છે. કલોલ કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ પોતાને મળેલી સત્તાના રૂએ આ મામલો વિધાનસભા સુધી લઈ જવાયો છે. જેનાં પગલે તેમણે વિધાનસભામાં 116 હેઠળ ફરિયાદ કરતા આજે ચર્ચા થનાર છે.
કોંગ્રેસ આ મુદ્દે જબરદસ્ત એક્ટિવ બની છે. કલોલમાં વારંવાર ફાટી નીકળતા રોગચાળાને કારણે વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક બન્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક પરમારે રોગચાળા માટે નગરપાલિકાને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે રહીશો સતત દુષિત પાણી આવવાની ફરિયાદ કરી રહ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પાલિકા તંત્રે ગટર અને પાણીની પાઈપ લાઈનના સમારકામ માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે તેમ છતાં હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ જાતનો ફેર પડ્યો નથી.
આ ઉપરાંતઆ અગાઉ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કલોલ નગરપાલિકામાં સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. ચીફ ઓફિસરની કેબીન બહાર બેસીને સૂત્રોચ્ચાર કરતા તેમને અંદર બોલાવીને રજૂઆત સાંભળવામાં આવી હતી.
1 thought on “કલોલમાં રોગચાળા મુદ્દે વિધાનસભામાં ચર્ચા,બળદેવજી ઠાકોરે ઉઠાવ્યો મુદ્દો”