કલોલમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા ફૂટણખાનાનો પર્દાફાશ
કલોલ પોલીસ દ્વારા શહેરના વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. કલોલના સીટી મોલ બેમાં આવેલ તનીષા રોયલ સ્પામાં પોલીસે રેડ પાડીને સંચાલકની ધરપકડ કરી હતી. વેપારીજીનના પંચરત્ન કોમ્પ્લેક્સમાં આવેલ ડવિંગસી સ્પા અને શુકન એવન્યુમાં આવેલ રેડ ડાયમંડ સ્પામાં દરોડો પાડ્યો હતો. આ સ્પામાં મસાજના ઓઠા હેઠળ દેહ વ્યાપાર ચલાવતો હોવાનું માલુમ થતા સંચાલક વિજય નટવરલાલ વાઘેલા,ફકરૂદ્દીન ઈબ્રાહીમભાઈ સૈયદ, મનીષાબેન હીરાલાલ સોલંકી, આકાશ નટવરભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.
View this post on Instagram
કલોલમાં આ સ્પા સિવાય અન્ય ઘણા એવા સ્પા સેન્ટર છે જ્યાં દેહ વ્યાપાર ચાલતો હોવાના આક્ષેપ થયા છે. કલોલ શહેરમાં ચોતરફ શરૂ થયેલાં સ્પા સેન્ટરમાંથી કેટલાંક સ્પા સેન્ટરોમાં મસાજ કરવાના ઓઠા નીચે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. આ સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્ય અને વિદેશની યુવતીઓને લાવવામાં આવે છે અને થોડા થોડા સમયે તેમનાં શહેરો બદલી અન્ય શહેરોમાં મોકલી આપવામાં આવે છે.
કલોલમાં અનેક મસાજ પાર્લર એટલે સ્પા ધમધમે છે. એમાંથી અમુક સ્પા જ સાચા છે. બાકી બીજા ઘણા સ્પામાં મસાજના નામે ગોરખધંધા કરવામાં આવે છે. આવા ખોટા સ્પામાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને સ્પાના રૂપાળા ઓઠા હેઠળ કુટણખાના ધમધમે છે. આ સંજોગોમાં યુવા પેઢી બરબાદ થઇ રહી છે અને સમાજમાં ગંદકી ફેલાઈ રહી છે.