કલોલના મુવિપ્લેક્સમાં મહિલાઓને મફત કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવાઈ 

કલોલના મુવિપ્લેક્સમાં મહિલાઓને મફત કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવાઈ 

Share On

 મુવિપ્લેક્સમાં મહિલાઓને મફત કાશ્મીર ફાઇલ્સ બતાવાઈ

 

નાગરિકોમાં ‘દેશ પ્રથમ’ ની ભાવના પ્રબળ બને તે હેતુસર રાષ્ટ્રીય સેવિકા સમિતિ, કલોલ અને શ્રવણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોવિંદભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન પટેલના સંયુક્ત ઉપક્રમે ૨૦૦ જેટલી બહેનોને “ધ કાશ્મીર ફાઇલ્સ” ચલચિત્ર નિશુલ્ક દર્શાવવાનું આયોજન મુવીપ્લેકસ થિયેટર, કલોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ ભગીરથ અને ઉમદા કાર્ય માટે ઉપસ્થિત તમામ બહેનોએ અભિનંદન સહ કૃતઘ્નતાની લાગણી વ્યક્ત કરી હતી.

આ સમગ્ર આયોજન માટે સેવિકા સમિતિના હિમાદ્રીબેન જોષી, વિભાબેન પટેલ, પૂર્વીબેન પટેલ અને અરુણાબેન પટેલે જહેમત ઉઠાવી હતી. તાજેતરમાં પ્રદર્શિત થયેલ ધ કાશ્મીર ફાઇલ્સ ચલચિત્રના માધ્યમથી કાશ્મીરી પંડિતો પર થયેલા અમાનવીય અત્યાચારો નું તાદષ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે.

 

કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 

 

તત્કાલીન કેન્દ્ર અને કાશ્મીર રાજ્યની સરકારો દ્વારા આતંકવાદીઓને અપાયેલા પીઠબળને કારણે તે સમયે કાશ્મીરના પંડિતો સાથે સામૂહિક નરસંહાર આચરવામાં આવ્યો હતો.તે સમયની સરકારોની શાહમૃગ વૃત્તિના પાપે નિર્દોષ પંડિતો ઘરબાર, પોતાની જમીનો, ખેતરો છોડવા મજબૂર બન્યા હતા. પોતાના જ દેશમાં વિસ્થાપિત થયેલ કાશ્મીરી પંડિતોની વ્યથા દર્શાવતા આ ચલચિત્રને દેશની જનતા દ્વારા પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.

 

કલોલ સમાચાર