શ્રાવણ માસમાં જુગારીઓ એક્ટિવ
જુગારીઓ માટે શ્રાવણ માસ હોટફેવરિટ છે. જુગાર ના રમતા હોય તેવા લોકો પણ શ્રાવણ માસ આવતા જ એક્ટિવ થઇ જાય છે. કલોલના રેલવે પૂર્વમાં જુગારીઓની ગેંગ ઝડપાઇ છે. પોલીસે ગુરુવારે બાતમીના આધારે દરોડો પાડી કલોલ રેલ્વે પૂર્વ વિસ્તારમાં જુગાર રમી રહેલા 6 શખ્સોને રૂ. 10,600ની રોકડ સાથે ઝડપી પાડયા હતા.
પોલીસને બાતમી મળી હતી કે રેલ્વે પૂર્વ વિસ્તારમાં હરિકૃપા હોસ્પિટલની બાજુમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જાહેરમાં પાના પત્તીનો જુગાર રમી રહ્યા છે.
જ્ઞાન-વિજ્ઞાન તેમજ અવનવી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો
કોણ પકડાયા ?
અશોકજી બાસકુજી ઠાકોર રહે. ઉમાકાંટાની સામે તેરસાપરા કલોલ, અશોક શનાજી ઠાકોર રહે. ઉમા કાંટાની સામે તેરસાપરા કલોલ, પ્રકાશ માધવલાલ પટેલ રહે. દેવકૃપા સોસાયટી રઘુવીર ચોકડી પાસે રેલવે પૂર્વ કલોલ, હિતેશ નંદુભાઈ ચૌહાણ રહે. સિધ્ધરાજ ફ્લેટ ની સામે રેલ્વે પૂર્વ કલોલ, રોહિત ભુરજીભાઈ પટણી રહે. સર્વોદય સોસાયટી ની બાજુમાં છાપરામાં રેલ્વે પૂર્વ કલોલ તેમજ રોહિત રાજુભાઈ દંતાણી રહે. હરિકૃપા હોસ્પિટલ પાસે વાઘરીવાસ રેલ્વે પૂર્વ કલોલ
કલોલવાસીઓએ રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગથી ચેતવું,વાંચો બચવાની ટિપ્સ