કલોલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલનું જ બાઈક ચોરાતાં ચકચાર

કલોલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલનું જ બાઈક ચોરાતાં ચકચાર

Share On

કલોલ શહેરમાં હવે પોલીસના વાહનો પણ સલામત રહ્યા નથી. અવાર નવાર વાહનચોરીનો ઘટનાઓ ઘટતી રહે છે છતાં પોલીસ કઈ કરી શકતી નથી તેવા સંજોગોમાં હવે પોલીસના વાહનો પણ સલામત રહ્યા નથી.

બાઈક ચોરાતાં ચકચાર

ગઈકાલે કલોલના  પૂર્વ વિસ્તારમાંથી એક પોલીસકર્મીનું બાઈક ચોરાઈ ગયું છે. અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશ ભાઈ કલોલ ખાતે પોતાના પિતાના ઘેર આવ્યા હતા. અહીંથી કોઈ તસ્કર આ બાઈક ચોરી કરીને ભાગી ગયો હતો. બપોરે 4 વાગ્યે તેઓ બહાર આવ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે બાઈક ચોરાઈ ગયું છે. આમ પોલીસનું જ બાઈક ચોરાઈ જતા અન્ય લોકોમાં પણ ભય પેઠો છે.

કલોલ કોરોનામુક્ત તરફ અગ્રેસર

કલોલ કોરોના મુક્ત થવા તરફ છે.  કલોલ માં આજે એકપણ નવો કેસ નોંધાયો નથી તો એકપણ દર્દી ડીસ્ચાર્જ પણ થયો નથી. આમ ગાંધીનગર જિલ્લામાં હવે ફક્ત ત્રણ જ એક્ટિવ કેસ રહ્યા છે.ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માં 24 કલાક દરમિયાન એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. તેમજ એકપણ વ્યક્તિનું મૃત્યૃ થયું નથી. તેમજ એકપણ દર્દીએ કોરોના થી મુક્તિ મેળવી નથી. આજે જિલ્લામાં કુલ- 8,508 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે.

 

આ પણ વાંચો : 

ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત 

અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ

કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ 

 

કલોલ સમાચાર