In Pics : કલોલમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વ ઉજવણી
In Pics : આજે 26મી જાન્યુઆરી નિમિતે કલોલની વિવિધ સરકારી કચેરીઓ અને રાજકીય પક્ષો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોઉ આયોજન કરવામાં આવ્યું હતું. કલોલમાં આવેલ નગરપાલિકા,મામલતદાર કચેરી,રેલવે સ્ટેશન,પોલીસ સ્ટેશન,ગુજરાત રેલવે પોલીસ સ્ટેશન તેમજ વિવિધ શાળાઓમાં ધ્વજવંદન યોજાયું હતું.
તા.૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના ભારત અંગ્રેજોની ગુલામીથી સ્વતંત્ર થયા બાદ તા.૨૬-૧-૨૯૫૦ના બ્રીટીશરોનો ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટની જગ્યાએ ભારતીય બંધારણ તા.૨૬-૧-૧૯૫૦ના દેશમાં અમલમાં આવ્યું તે પ્રસંગ પ્રજાસત્તાક દિવસ (રિપબ્લિક ડે) તરીકે ઓળખવામાં આવે છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલ નગરપાલિકામાં પ્રમુખ ઉર્વશીબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજ રોજ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ એટલે કે બંધારણ અમલ દિવસ તરીકે ઉજવાય છે. કલોલ ખાતે બહુજન મુક્તિ પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા એવા ડૉ. બાબા સાહેબ આંબેડકર જી ને પુષ્પહાર અર્પણ કરી પ્રજાસત્તાક દિન ઉજવવા માં આવ્યો.
જેમાં નાના મોટા સામાજિક સંગઠન ના અગ્રણીઓ દ્વારા ભેગા મળીને બંધારણ અમલ દિવસ (પ્રજાસત્તાક દિન) ઉજવવામાં આવ્યો. જેમાં સર્વપ્રથમ મજુર હાઉસિંગ સોસાયટીમાં મેઈન ગેટ પાસે આવેલ ર્ડા. બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા અને ત્યાર બાદ હાઇવે સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
કલોલ આમ આદમી પાર્ટી દ્વારા કલોલ તાલુકા પ્રમુખ પલકેશભાઈ ની અધ્યક્ષતામાં સુરેશ ભાઈ પટેલ (ફોજી) દ્રારા દવજ ફરકાવી ગણતંત્ર દિવસ ની ઉજવણી કરી કલોલ શહેરમાં દાત્તવીલા બંગલોની બાજુમાં આવેલી ઝુપડપટ્ટીમા ગાયત્રી મંદિર રોડ ખાતે ઉજવવા માં આવ્યો .તેમાં કલોલ શહેર , તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
JCI KALOL દ્વારા ભાવનગરપુરા પ્રાથમિક શાળા એ 73માં પ્રજાસત્તાક દિન (૨૬-જાન્યુઆરી) ની ઉજવણી ધ્વજવંદન અને સાસ્કૃતિક કાયૅક્રમ સાથે કરવામાં આવી.ભાવનગર પુરા ગામ ની સૌથી વધુ ભણેલી દિકરી ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવી.આ નિમિત્તે જેસીઆઈ કલોલ ના સભ્યો ની સાથે સાથે ભાવનગરપુરાગામ ના મુખ્ય સરપંચ, ગ્રામ્ય નગરજનો, શાળા પરિવાર, અને વિધાથીૅઓની વિશેષ ઉપસ્થિતી રહી હતી
