કલોલ : પેટા ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસે પ્રચાર પ્રસારના શ્રીગણેશ કર્યા 

કલોલ : પેટા ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસે પ્રચાર પ્રસારના શ્રીગણેશ કર્યા 

Share On

કલોલ : પેટા ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસે પ્રચાર પ્રસારના શ્રીગણેશ કર્યા

By પ્રશાંત લેઉવા 

કલોલ : કલોલમાં વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરી દેવામાં આવ્યા છે. વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. કોંગ્રેસે ગૌતમ નગર સોસાયટીમાં પોતાનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરીને પ્રચારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે. બીજી તરફ ભાજપ પણ વોર્ડ નંબર ચારમાં પ્રચાર કરી રહ્યો છે.

વોર્ડ નંબર ચારના નગરસેવિકાએ રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી જેને પગલે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વોર્ડ નંબર ચારમાં ઓબીસી અને દલિત મતદારોનું પ્રભુત્વ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જનરલ કેટેગરીના ઉમેદવારને ટિકિટ ફાળવી છે. આ બેઠકની ચૂંટણીમાં આમ આદમી  પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જોકે મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યો છે. વોર્ડ નંબર ચારની આ ચૂંટણી ભારે રસાકસી વાળી બને તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસનું ખાતું ખૂલી શક્યું નથી પરંતુ આ વખતે પેટા ચૂંટણીમાં એવા સમીકરણો સર્જાયા છે કે કદાચ કોંગ્રેસને જેકપોટ લાગી શકે તેમ છે.


મોટેભાગે ચર્ચા ચાલી રહી છે કે વોર્ડ નંબર ચારમાં ભાજપની પેનલ આવી હતી એટલે આ પેટા ચૂંટણીમાં પણ સરળતાથી ભાજપ જીતી શકે તેમ છે. જોકે ભાજપના કાર્યકર્તાઓ દબાતા અવાજે કહી રહ્યા છે કે આ પેટા ચૂંટણી જીતવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. બીજી તરફ કોંગ્રેસ માટે પણ કરો યા મરોની સ્થિતિ છે જેને પગલે તે જોવું રસપ્રદ રહેશે કે વોર્ડ નંબર ચારમાં મતદારો કોની પસંદગી કરે છે. આ ચૂંટણીમાં જે પક્ષની જીત થશે તેની અસર આગામી વર્ષે યોજાનારી નગરપાલિકાની ચૂંટણી પર પણ પડશે.

આ પણ વાંચો 

કલોલ પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે ઓબીસીને સ્થાને પાટીદાર ઉમેદવાર પર કળશ ઢોળ્યો

કલોલ સમાચાર