કલોલમાં માંસ ભરેલી કારને અકસ્માત, ગૌમાંસ હતું કે નહીં તે જાણવા FSL રિપોર્ટની જોવાતી રાહ
- અકસ્માત મામલે કાર ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી, માંસ અંગે અલાયદી કાર્યવાહી કરાશે
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ હાઇવે પાસે આવેલી મજૂર અદાલત સામે પસાર થઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો. આ કારમાંથી માંસ મળી આવતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં સવાર બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ ગૌમાંસ હોવાનું જણાવી હોબાળો કરતા પોલીસે જાણવાજોગ દાખલ કરી છે.

બીજી તરફ અમદાવાદનાં મહમંદ રેહાન કુરેશીએ ગાડી ચલાવતા નઇમ કુરેશી વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નઇમ કુરેશી પુરઝડપે ગાડી ચલાવી રહ્યો હતો જેને કારણે અકસ્માત થયો હતો. જેમાં સવાર બંને લોકોને ઈજા પહોંચી હતી.
ગાડીમાં રહેલું માંસ ગાયનું છે કે અન્ય કોઈ બીજા પશુનું તે અંગે પૃષ્ટિ મેળવવા માટે એફએસએલમાં નમૂના મોકલવામાં આવ્યા છે. એફએસએલનો નમૂનાં નું પરિણામ આવ્યા બાદ જ નક્કી થઈ શકશે કે કારમાં હેરાફેરી થઈ રહેલ માંસ ગૌમાંસ હતું કે અન્ય કોઈ પશુનું આ બાબતે પોલીસે અલાયદી કાર્યવાહી હાથ ધરી છે.
