કલોલ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરે ચેરમેન તરીકે રાજીનામુ
કલોલ નગરપાલિકામાં રાજકરણ ભારે સળગ્યું છે. કોણ જાણે ક્યારે કોઈ રિસાઈ જાય તે નક્કી નથી. કલોલ નગરપાલિકાનો વહીવટ ખાડે તો ગયો છે સાથે સાથે હવે ભાજપનું તેમના જ નેતાઓ પર કંટ્રોલ રહ્યો નથી. વોર્ડ નંબર 7ના મહિલા કાઉંસિલર-ગુમાસ્તાધારાના ચેરમેન જશોદાબેન ઠાકોરે રાજીનામું આપી દીધું છે. હવે આગામી દિવસોમાં નવાજુની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા અંગેની પબ્લિક નોટિસ આપી હતી. તો તે જાહેરાતમાં ઠાકોર જશોદાબેન હર્ષદ કુમારનું નામ લખ્યું ન હોવાથી અને તે બાબતે જશોદાબેન ઠાકોરને ચેરમેન તરીકે કોઈપણ જાણ કરવામાં પણ આવી ન હતી.જેને પગલે અકળાયેલ નગરસેવિકાએ અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામુ મૂકી દેતા ખળભળાટ મચી ગયો હતો.
કલોલના ઇસંડમાં મહિલાઓ રણચંડી બની,દારૂ અંગે પોલીસ પર શું આક્ષેપ કર્યા,વાંચો
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો