કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી નાખ્યા 

કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી નાખ્યા 

Share On

કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી નાખ્યા

BY પ્રશાંત લેઉવા 
કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 જેટલા બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી દીધા હતા. પાલિકા દ્વારા મોટા ઠાકોરવાસમાં આ કામગીરી કરવામાં આવી હતી. કલોલ નગરપાલિકાની કામગીરીને પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
બીજી તરફ કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર બાકીદારોને નળ અને ગટર જોડાણ કાપવાની 600 નોટિસ ફટકારી છે. પાલિકામાં ટેક્સ નહીં ભરવાને કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે.
કલોલ નાગરપાલિકાએ 13.99 કરોડ રૂપિયાનો પાછલો બાકી ટેક્સ તેમજ 15.79 કરોડ રૂપિયાનો ચાલુ ટેક્સ વસૂલવાનો છે. આમ કુલ 29.79 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. લોલ નગરપાલિકાએ આવક મુખ્ય સ્ત્રોત એવા કરવેરા વસૂલવા આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. કેટલાક રીઢા બાકીદારો વર્ષોથી વેરો ન ભરતા પાલિકાએ લાલ આંખ કરી છે.
 શહેરના વિકાસ કાર્યો માટે વેરાની આવક મહત્વપૂર્ણ હોવાથી પાલિકાએ વેરાની વસૂલાત કરવા કમર કસી છે. આગામી સમયમાં અન્ય બાકીદારોને પણ નોટિસ ફટકારવામાં આવનાર છે.

કલોલ સમાચાર