કલોલ નગરપાલિકા એક્શન મોડમાં ; સતત બીજા દિવસે દબાણો હટાવવામાં આવ્યા

કલોલ નગરપાલિકા એક્શન મોડમાં ; સતત બીજા દિવસે દબાણો હટાવવામાં આવ્યા

Share On

નગરપાલિકાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો….

કલોલમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવો કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આ દબાણ હટાવો ઝુંબેશમાં કેબીનો સહિત રસ્તામાં નડતરરૂપ થતા તમામ સામાન હટાવી દેવામાં આવ્યો હતો.

દબાણ દૂર કરવાની કામગીરીમાં નગરપાલિકા દ્વારા બે ટીમો બનાવવા માં આવી છે, જેમાં એક ટીમ સક્રિય કામ કરતી જોવા મળી હતી, જ્યારે બીજી ટીમ જે કલોલના ત્રણ આંગળી સર્કલ પાસે કાર્યરત કરવામાં આવી હતી, તે ટીમ દ્વારા માત્ર નામનું દબાણ દૂર કરીને સંતોષ માનવામાં આવ્યો હતો.

કલોલમાં ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટ્યો હતો. જેને કારણે કલોલમાં ટ્રાફિક ઝામની સમસ્યાઓમાં ઉતરોતર વધારો જોવા મળ્યો હતો. આ દબાણને કારણે રોડ રસ્તા સાંકડા થઈ ગયા છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળે જાગેલી નગરપાલિકા અચાનક આળસ ખંખેરીને એક્શનમાં આવી જઇ ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો પર બુલ્ડોઝર ફેરવતી જોવા મળી હતી.

વધુમાં નગરપાલિકા દ્વારા કલોલમાં મટવા કુવા તેમજ ખૂની બંગલા અને કવિતા સર્કલ પાસે જગ્યા ખાલી કરાવી ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરવવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં પાલિકા દ્વારા બે ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે જેસીબી અને છ ટ્રેકટરો દબાણ હટાવવા માટે લાગ્યા હતા. નગરપાલિકાની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરીને બેસેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તેમજ ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલા કેબિનો પણ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા.

કલોલ સમાચાર