કલોલ નગરપાલિકાએ વેરો વધાર્યો, વાંચો તમારા માથે કેટલો બોજો આવશે
કલોલ નગરપાલિકાએ વેરામાં વધારો કરી દીધો છે. ગટર સફાઈ લાઈટ અને પાણી વેરામાં અસહ્ય વધારો કરાયો છે. હવે વેરા વધારાને કારણે પ્રજાજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પાલિકા દ્વારા વિકાસ કાર્યોમાં કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી. આ સંજોગોમાં વેરા વધારાને કારણે લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે.
કલોલ નગરપાલિકાએ સામાન્ય સભામાં ઠરાવ કરીને વીરા વધારવાની જાહેરાત કરી દીધી છે. શહેરમાં રોડ-રસ્તાની સ્થિતિ સારી નથી. લાઈટો બંધ છે ત્યારે પ્રાથમિક જરૂરિયાત લોકોને પૂરી પાડવાની જગ્યાએ કમરતોડ વેરા વધારો કરી દીધો છે જેના કારણે આગામી સમયમાં વાંધા અરજીઓ પણ આવે તેવી શક્યતા છે.
વેરાની વિગત | હાલનો વેરો (રૂ.) | સૂચિત વેરો (રૂ.) |
સામાન્ય દીવાબતી વેરો – રહેણાંક | 120/- | 360/- |
બિન રહેણાંક | 120/- | 360/- |
ખાસ સફાઈ વેરો – રહેણાંક | 150/- | 600/- |
બિન રહેણાંક | 180/- | 1200/- |
સામાન્ય પાણી વેરો – રહેણાંક | 120/- | 360/- |
બિન રહેણાંક | 120/- | 360/- |
ખાસ પાણી વેરો – રહેણાંક | 800/- | 2400/- |
બિન રહેણાંક | 5000 /- | 14400/- |
ભૂગર્ભ ગટર વેરો – રહેણાંક | 200/- | 500/- |
બિન રહેણાંક | 400/- | 1000/- |