કલોલ નગરપાલિકાએ મોટા ઉપાડે કરેલ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી,ઠેર ઠેર પાણી ભરાયા 

કલોલ નગરપાલિકાએ મોટા ઉપાડે કરેલ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી,ઠેર ઠેર પાણી ભરાયા 

Share On

કલોલ નગરપાલિકાએ મોટા ઉપાડે કરેલ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

કલોલમાં માત્ર એક ઇંચ વરસાદમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વધારામાં અમુક રસ્તાઓ ખોદી કાઢી હોવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય પણ ફેલાઈ ગયું છે. થોડા વરસાદમાં જ પાણી ભરાતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.  નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે કરવામાં આવેલ પ્રિ મોન્સૂન કામગીરીમાં ઠેકાણા ન પડતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.
કલોલમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયું હતું. જેને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અટવાયા હતા.અહીં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કલોલમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ આવ્યો નથી ત્યારે જો વધુ વરસાદ પડે તો કેવી હાલત થશે તે વિચારવાલાયક બાબત છે. વધુમાં રેલવે પૂર્વમાં રસ્તા ખોદી નાંખવામાં આવતા વાહન ચાલકો પર જોખમ પણ ઉભું થયું છે.
કલોલ ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર