કલોલની આ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી,જાણો કેમ ?

કલોલની આ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી,જાણો કેમ ?

Share On

કલોલની આ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી,જાણો કેમ ?

કલોલની એક હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે. વર્ધમાન નગરની હોસ્પીટલે જાહેરમાં બાયો મેડીકલ વેસ્ટની ઢગલો કરતા હવે દંડ ભરવાનો વારો આવ્યો છે. બેફામ બનેલ હોસ્પિટલના સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકાતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે.

કલોલની પૂજન હોસ્પીટલે રાત્રીના અંધકારનો લાભ લઇ જોખમી અને હાનીકારક એવો બાયો મેડીકલ વેસ્ટ પૃથ્વી ફ્લેટ પાસે ઠાલવ્યો હતો. બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ નહી  કરી જાહેરમાં ફેંકવો ગંભીર અપરાધ ગણાય છે. બાયો મેડીકલ વેસ્ટથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઇ શકે છે. આ સંજોગોમાં કલોલ નગરપાલિકાએ પૂજન હોસ્પિટલને નોટીસ ફટકારી હતી અને ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત દવાખાનાને દંડ ભરી જવા માટે પણ નોટીસ મોકલવામાં આવી છે. કલોલ શહેરમાં જાહેરમાં બાયો મેડીકલ વેસ્ટ નાખવાનો આ બીજો બનાવ સામે આવ્યો છે. જેથી જીપીસીબી આ હોસ્પિટલો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

 

કલોલ સમાચાર