કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ 

કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ 

Share On

કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ

કલોલમાં દારૂનું વેચાણ જોરદાર રીતે વધી ગયું છે. લોકો બેરોકટોક દારૂ વેચે છે અને પીવે છે.જેને લઈને સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કલોલ પોલીસે ગઈકાલે  વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડ્યા છે.   સિંદબાદ  હોટેલ  સામેથી એક વ્યક્તિ તેમજ નવજીવન શોપિંગમાંથી એક વ્યક્તિની દારૂના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી હતી.

કલોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સિંદબાદ હોટેલ સામે એક ઈસમ દારૂની ડિલિવરી લેવા આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ વ્યક્તિ આવતા પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી પોલીસે દસ હજાર રૂપિયાનો દારૂ પકડ્યો હતો. દારૂ અને એક્ટિવા પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ નવજીવન શોપિંગમાં આવેલ એક ગલીમાં ઈસમ દારૂ વેચતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દારૂની સાત બોટલ પકડી હતી જેની કિંમત 2800 રૂપિયા થાય છે. પોલીસે આ વ્યક્તિને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક દિવસથી કલોલમાં દારૂ  વેચવાનું પ્રમાણ વધી ગયું છે તેવો લોકોમાં ગણગણાટ થઇ રહ્યો છે.

આજનો દિવસ આ ચાર રાશિઓ માટે છે બેસ્ટ, વાંચી લો તમારી રાશિ છે કે નહીં 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર