કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું 

કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું 

Share On

કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું

કલોલ નો મુસ્લિમ યુવાન ભારતીય સેનામાં 23 વર્ષ સુધી  દેશ સેવા કર્યા બાદ પરત ફર્યો હતો જેનું ગઈકાલે રાત્રે સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતીય સેના ના બાહોશ તેમજ નીડર સૈનિકો  તેમના પરાક્રમોથી દેશ તેમજ વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે, આ પરાક્રમમાં કલોલ પણ બાકાત નથી, કલોલ ના મુસ્લિમ યુવાન ન્યારગર મોહમ્મદ ઈસ્માઈલ રમઝાન ભાઈ કારગિલ સમયે દેશ સેવા માટે બીએસએફ માં જોડાયા હતા.
તેમના સુરવીર કાર્યોથી બીએસએફમાં બ્લેક કમાન્ડો પોલિટિકલ સિક્યુરિટી તરીકે કાશ્મીર પંજાબ હિમાચલ રાજસ્થાન માં જેસલમેર ખાતે ફરજ બજાવી 23 વર્ષ બાદ રિટાયર્ડ થતાં  પોતાના મૂળ ગામ કલોલ ખાતે આવ્યા હતા. બ્લેક કમાન્ડો તરીકે ભારતીય સેનામાં સેવા આપનાર એકમાત્ર મુસ્લિમ યુવાન ન્યારગર મોહમ્મદ ઈસ્માઈલ રમઝાન ભાઈ એ માત્ર કલોલ નું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ તેમના પરાક્રમોથી રોશન કર્યું છે.  આ શૂરવીર સૈનિક રિટાયર થઈને કલોલ આવતા તેમનું ફૂલહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કલોલના ટાવર ચોક વિસ્તારમાં રાજકારણને સાઈડમાં મુકીને ભાજપ તેમજ કોંગ્રેસ  બંને પક્ષોએ એક સાથે સેનામાં ફરજ બજાવી પરત  આવેલ બાહોશ સુરવીર ન્યારગર મોહમ્મદ ઈસ્માઈલ રમઝાન ભાઈનુ જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં વિરોધ પક્ષના નેતા  શાર્દુલ્લા ખાન પઠાણ તેમજ તેમના સાથી કાઉન્સિલરો દ્વારા બ્લેક કેટ કમાન્ડો ને હાર પહેરાવી સ્વાગત કરવામાં  આવ્યું હતું.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર