રાજ્યમાં કોરોના ફરી વકરી રહ્યો છે જેમાં કલોલ પણ બાકાત નથી. કતારથી આવેલ એક મહિલા કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરબ કન્ટ્રી કતારથી કલોલ આવેલાં 58 વર્ષીય મહિલા કોરોના પૉઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.
કતારથી આવેલાં મહિલા કલોલમાં બહેનના ઘરે આવ્યાં હતાં, જ્યાંથી પરત જવા માટે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવતાં અમદાવાદ ખાતે દાખલ થયાં છે.
કતારથી આવેલા મહિલા કલોલમાં અઠવાડિયા જેટલું રોકાયાં હતાં. અહીં તેઓ 100થી વધુ લોકોના સંપર્કમાં આવ્યા હતા. મહિલાને બહેનના ઘરે 5 સભ્ય છે, તેના સેમ્પલ પણ લેવાયા છે. ઉપરાંત કલોલ આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર અને આસપાસ આરોગ્યલક્ષી સરવે અને ટેસ્ટિંગ શરૂ કર્યા છે.